બાર વર્ષ પછી હવે દેશમાં મોદીયુગ
![]() |
ગુજરાતનાં બાર વર્ષ પછી હવે ભારતમાં મોદીયુગનો આરંભ
ગુજરાતના નાથ હવે ભારતના નાથ
સુશાસન - દેશમાં ૨૬મીથી વિકાસનો નવો અધ્યાય શરૂ
ગુજરાતનાં ૧૨ વર્ષ પછી ભારતમાં મોદીયુગનો આરંભ: ગવર્નન્સના ૧૨ નિર્ણયોનું 'મોદીમોડેલ’
ગુજરાતના નાથ હવે ભારતના નાથ
સુશાસન - દેશમાં ૨૬મીથી વિકાસનો નવો અધ્યાય શરૂ
ગુજરાતનાં ૧૨ વર્ષ પછી ભારતમાં મોદીયુગનો આરંભ: ગવર્નન્સના ૧૨ નિર્ણયોનું 'મોદીમોડેલ’
છ કરોડની વસતિ ધરાવતા ગુજરાતના નાથમાંથી સવાસો કરોડની વસતિ ધરાવતા ભારતના નાથ બની રહેલા નરેન્દ્ર મોદીએ ૨૦૦૧માં કચ્છના વિનાશક ધરતીકંપ પછી કપરી પરિસ્થિતિમાં ગુજરાતની ગાદી સંભાળી કીર્તિમાનો સર કરવામાં પાછું વળીને નથી જોયું. વાઇબ્રન્ટ હોય કે સદ્ભાવના મોદીએ શાસન અને શાસકની નવી વ્યાખ્યા કરી છે.
૧૨ વર્ષમાં આફતોએ મોદીનો કેડો નથી મૂક્યો, પણ દરેક આફતને તેમણે અવસરમાં પલટી નાખી. પંચશક્તિથી માંડીને ક્લાઇમેટ ચેન્જ સુધી મોદીએ આખી સરકારી વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આણ્યું. મોદીએ ગાંધીનગરની ફાઇલોમાંથી સરકારને લોકો સુધી પહોંચાડી. ગુજરાત પર મોદીએ ૪૬૧૪ દિવસ રાજ કર્યું , જેના ચઢાઉઉતારનાં લેખાંજોખાં.